ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમા વાવાઝોડા બાબતે મહત્વની જવાબદારી સંભાળતા સાધનોનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં આગામી તારીખ 23 આસપાસ નવું લો પ્રેસર સર્જાઇ રહ્યું છે.જો આ લો પ્રેસર વાવાઝોડામાં તબદિલ થશે તો તેનું નામ યાસ (વાય એ એ એસ) રહેશે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ મોટાભાગે વાવાઝોડાઓ બંગાળની ખાડીમાં જ સર્જાતા હોય છે અરબી સમુદ્રમાં પ્રમાણમાં ઓછા વાવાઝોડા સર્જાતા હોય છે. વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થયા છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે. આગામી તારીખ 31 ના રોજ કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસી જશે તેવી સત્તાવાર જાહેરાત ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે ગયા વર્ષની સરખામણીએ નૈઋત્યનું ચોમાસુ પાંચ દિવસ વહેલું છે પરંતુ જો તારીખ 23 ના રોજ બંગાળની ખાડીમાં સર્જાનારુ લો પ્રેસર સાયક્લોનિક સ્ટોર્મમાં તબદિલ થશે તો નૈઋત્યના ચોમાસાનો પહેલો રાઉન્ડ ધમાકેદાર બની રહેશે તારીખ 31 પહેલા આ વાવાઝોડાને કારણે વરસાદનો વધુ એક રાઉન્ડ દેશના અનેક રાજ્યોમાં આવી પહોંચે તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે.
ધી ઈન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD)ના સીનિયર અધિકારી એચ.આર. બિસ્વાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ સપ્તાહના અંતમાં દક્ષિણ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અસર 23 મેથી જોવા મળશે. આઈએમડી વિભાગ અત્યારે સતત આ નવી સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ પર નજર રાખી રહ્યા છે. આ વાવાઝોડું 26 મેના રોજ ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી શક્યતા છે. આ વાવાઝોડાનું નામ Yaas જાહેર કરવામા આવ્યું છે.
ટાઉતે વાવાજોડાને પગલે રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 41.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો જે ગઈકાલે ઘટીને 24.5 ડીગ્રી થઇ જવા પામ્યો હતો સમગ્ર રાજ્યમાં રાજકોટ માં સૌથી ઓછું તાપમાન ગઈકાલે રહ્યું હતું દ્વારકામાં મહત્તમ તાપમાન 32.9 ડિગ્રી નોંધાયું છે જે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું છે. રાજકોટમાં PGVCLને વીજપુરવઠો ખોરવવાની 564 ફરિયાદ કરવામાં આવી છે .આ 564 ફરિયાદ પૈકી અત્યારસુધીમાં 437 ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 127 ફરિયાદ અંગે વિવિધ ટીમો દ્વારા કામગીરી ચાલુ છે.