હુ..તું..તું..ભારતીય જનતા પાર્ટી કિશાન મોરચા દ્વારા આજે નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા યોજાઈ
મોરબી: મોરબી રવાપર રોડ પર આવેલ ન્યુ એરા સ્કુલ ખાતે આજે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા નમો કબડ્ડી પ્રતિયોગિતા ૨૦૨૩ યોજાઈ હતી જેમાં હળવદ તાલુકા અને શહેરની ૧-૧ ટીમ મોરબી તાલુકા અને શહેરની ૧-૧ ટીમ વાંકાનેર તાલુકાની ૧ ટીમ ટંકારા – તાલુકાની ૧ ટીમ મળિ આ કબડી સ્પર્ધામાં કુલ – ૬ ટીમોએ ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાષ્ટ્રના દરેક પ્રદેશ જિલ્લા મંડળ કક્ષાએ યોજાનાર નમો કિશાન કબડ્ડી પ્રતિયોગિતા ૨૦૨૩ અંતર્ગત તારીખ ૧૭-૧૨-૨૦૨૩ ને રવિવારનાં રોજ મોરબી જિલ્લાની તમામ વિધાનસભા મંડળોની કબડી ટીમ વચ્ચે નમો કબડ્ડી સ્પર્ધાત્મક પ્રતિયોગિતાનું ન્યુએરા સ્કુલ રવાપર રોડ મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,મોરબી જિલ્લા મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ પ્રદ્યુમનભાઈ માકાસણા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદળીયા, માળીયા તાલુકા ભાજપ પ્રમુખમણીલાલ સરડવા સહિતનાં મહાનુભવો ઉપસ્થિત રહી કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટીના ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કબડ્ડી સ્પર્ધામાં હળવદ તાલુકા અને શહેરની ૧-૧ ટીમ, મોરબી તાલુકા અને શહેરની ૧-૧ ટીમ , વાંકાનેર તાલુકાની ૧ ટીમ,ટંકારા – તાલુકાની ૧ ટીમ મળિ આ કબડી સ્પર્ધામાં કુલ – ૬ ટીમોએ ભાગ લીધો હતો.