ટંકારાના ધ્રુવ નગર ગામે યુવાનને ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે મારમાર્યો
ટંકારા: ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે આવેલ ડેમી-૨ નદીના કાંઠે યુવાન અને તેનો સાથી મચ્છી મારી કરતા હોય ત્યારે યુવાન અને અને તેના સાથીને કેમ મચ્છી મારી કરો છો તેમ કહી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે મુંઢમાર માર્યો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામે રહેતા વિજયભાઈ ખીમાભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) એ આરોપી પોપટ ભરવાડ રહે. ટંકારા તથા તેના સાથેના બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદોને આરોપીઓ ધ્રુવનગર ગામે આવેલ નદી મા શુ કામ મચ્છીમારી કરો છો તેમ કહી ફરીયાદી તથા સાહેદ ને આ કામના આરોપીઓએ લાકડા ના ધોકા વતી હાથ તથા પગે તથા શરીરે લાકડા ના ધોકા મારી શરીરે મુંઢ ઇજાઓ કરી હવે પછી મચ્છીમારી કરવા ગયો છો તો જાનથી મારી નાખીશુ તેમ કહી ભુડા બોલી ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વિજયભાઈએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.