તમામ કેન્સરમાંથી ફેફસાંનું કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર માનવામાં આવે છે. આનું એક ખાસ કારણ ધૂમ્રપાન માનવામાં આવે છે. તેથી ફેફસાંને બચાવવા માટે સિગારેટ ન પીવાની સલાહ આપવામાં આવે છે. જો કે, આ ધારણા સંપૂર્ણપણે ખોટી છે કે ધૂમ્રપાન ન કરવાથી તમને ફેફસાંનું કેન્સર નહીં થાય.એવા લોકોની સંખ્યા વધી રહી છે, જેઓ ધૂમ્રપાન ન કરવા છતાં આ કેન્સરનો શિકાર બની રહ્યા છે. WHOના અહેવાલ મુજબ, ધૂમ્રપાન ન કરનાર લોકો પણ ફેફસાના કેન્સરથી પીડાય છે. અને તેનો સૌથી વધુ શિકાર મહિલાઓ થઇ રહી છે. કેન્સર રોગ ત્યારે થાય છે જ્યારે શરીરના કોષોનું નિયંત્રણ બગડે છે અને તેઓ ખોટી દિશાઓ તરફ આગળ વધવાનું શરૂ કરે છે. ખૂબ સિગારેટ પીવાથી ફેફસાં ખરાબ થાય છે. ધૂમ્રપાન કરનાર લોકોને થતા કેન્સર અને ધૂમ્રપાન ન કરતા લોકોને થતા ફેફસાના કેન્સર વચ્ચે મોટો તફાવત છે. આ તફાવત કેન્સર પેદા કરતા કોષોના જનીનોમાં થાય છે. ધૂમ્રપાન ન કરનારાઓમાં કેન્સર સામાન્ય રીતે ઇજીએફઆર જનીનમાં થતા ફેરફારને કારણે થાય છે. પેસિવ ધૂમ્રપાનને સેકન્ડ હેન્ડ સ્મોકિંગ પણ કહેવામાં આવે છે. આમાં, વ્યક્તિ સીધો ધૂમ્રપાન કરતો નથી પરંતુ તે બીજી વ્યક્તિની સિગરેટમાંથી નીકળતા ધુમાડાની ઝપેટમાં આવે છે. ધૂમ્રપાન ન કરનારાઓ કે જેઓ સિગારેટ પીનારાઓ સાથે જીવે છે, તેઓનમાં ફેફસાના કેન્સરનું જોખમ 24 ટકા વધે છે. પેસિવ ધૂમ્રપાનથી ફેફસાના કેન્સરના કેસો સતત વધતા જાય છે. વાહનો, ઉદ્યોગો, વીજ પ્લાન્ટોમાંથી વાયુ પ્રદૂષણ ફેફસાના કેન્સરનું જોખમ વધારે છે. હવાના પ્રદૂષણને કારણે ફેફસાના કેન્સરના કેસો વધી રહ્યા છે.
યુરેનિયમને કારણે રેડોન ગેસ નીકળે છે. આ ગેસમાં ફેફસાના કેન્સરનું સૌથી વધુ જોખમ હોય છે. યુરેનિયમનો ઉપયોગ ઘરના મકાન, ઘરના પાઈપો અને ગટરમાં થાય છે. જેના કારણે રેડોન ગેસ ધીરે ધીરે બહાર આવતો રહે છે. તેનું જોખમ એવા સ્થળોએ વધુ છે જ્યાં વેન્ટિલેશન નથી. એટલે કે જ્યા હવા ઉજાસ નથી. આવા ગેસના સંપર્કમાં આવવાથી ધૂમ્રપાન ન કરતા લોકો પણ ફેફસાના કેન્સરનો ભોગ બની શકે છે. ઘરની અંદર કોલસા પર રસોઈ બનાવતી વખતે આવા ઘણાં રસાયણો બહાર આવે છે જે ફેફસાંને નુકસાન પહોંચાડે છે. આનાથી મહિલાઓમાં ફેફસાના કેન્સરનું જોખમ વધે છે.