મકાન બનાવવા માટે રૂપિયાની લાલચ આપી વાંકાનેરની મહિલા પાસેથી રૂ. 36 હજાર પડાવ્યા
વાંકાનેર: વાંકાનેરમાં મહિલાને મકાન બનાવવા માટે 16 લાખ રૂપિયાની લાલચ આપી આરોપીએ મહિલા પાસેથી ઓનલાઇન રૂ. ૩૬ હજાર પડાવી છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર નવાપરા આર્શીવાદ પેટ્રોલપંપ પાસે નજમાબેન નાશીરભાઈ શાહમદાર (ઉ.વ.૩૬) એ આરોપી ફેસબુક આઈડી એકાઉન્ટ Harsha sai પ્રોફાઈલ લીંક https://www.facebook.com/profle.php?id-61560228734058વાળા અજાણ્યો ઈસમ વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીને મકાન બનાવવા માટે આરોપીએ રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ઓન લાઇન મોબાઇલ તથા કયુ.આર કોડ તથા એકાઉન્ટ વોટસેપમા મોકલી તેમા જુદી-જુદી તારીખે કુલ રૂ.૩૬૦૦૦/-ટ્રાન્સફર કરાવડાવી તેઓને સોળ લાખ કે ઓન લાઇન ટ્રાન્સફર કરેલ રકમ પાછી નહી આપી ફરિયાદી સાથે આરોપીએ ગુનાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી ઓન લાઇન સાઇબર ફ્રોડ રૂપીયા-૩૬૦૦૦/- લઇ લીધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.