સુંદર વાળ આપણી સુંદરતાને જ નહિ પરંતુ આપણા વ્યક્તિત્વ પણ વધારે છે. વાળ ધોવા માટે આપણે શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શેમ્પૂ કર્યા પછી વાળ ઘણીવાર સુકા અને ફ્રિઝી લાગે છે. શેમ્પૂ કર્યા પછી વાળનું તેલ દૂર થઈ જાય છે અને સ્લપ સુકાય જાય છે. આને કારણે તેમને પોષણ મળતું નથી. વાળને પોષિત અને ચળકતા રાખવા માટે, દર વખતે શેમ્પૂ પછી કન્ડિશનર કરવું જરૂરી છે. જોકે બજારમાં ઘણા પ્રકારના કન્ડિશનર હોય છે, જે વાળને થોડા સમય માટે મજબૂત અને નરમ બનાવે છે, પરંતુ તેમાં રસાયણોની માત્રા વધારે હોય છે જે આપણા વાળને નુકસાન પહોંચાડે છે.કેમિકલ બેઝ કન્ડિશનરથી સામાન્ય રીતે વાળ ખરે છે.અમે તમને એવા કન્ડિશનર્સ વિશે જણાવીશું જે કેમિકલ મુક્ત છે અને તેના ઉપયોગથી વાળ કુદરતી રીતે ચમકશે.
કુંવરપાઠુ:
આયુર્વેદિક ગુણધર્મોથી ભરપૂર એલોવેરા ફક્ત આપણી ત્વચાની જ નહિ પરંતુ આપણા વાળની સુંદરતાને પણ વધારે છે. એલોવેરાથી હેર કન્ડિશનર બનાવવા માટે, પહેલા એલોવેરાના પાનમાંથી જેલ કાઢો. હવે એક ચમચી લીંબુનો રસ 4 ચમચી એલોવેરા જેલમાં ઉમેરો. આ મિશ્રણને વાળ પર લગાવો અને તેને લગભગ 10 મિનિટ સુધી વાળ પર રાખો. 10 મિનિટ પછી વાળને નવશેકું પાણીથી ધોઈ લો.
દહીં અને ઇંડા:
દહીં વાળ માટે કુદરતી કંડિશનર તરીકે કામ કરે છે. ઉપરાંત, ઇંડા વાળને નરમ અને સુંદર બનાવે છે. આ બંનેની પેસ્ટ વાળ પર જાદુઈ અસર કરે છે. તેને બનાવવા માટે, વાટકીમાં ઇંડા ઉમેરો અને સારી રીતે ફેટી નાખો. હવે તેમાં દહીં નાખો અને બંનેને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને વાળ પર લગાવો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. બાદમાં પાણીથી ધોઈ લો.
કેળા:
કેળ માત્ર સ્વાસ્થ્ય માટે જ શ્રેષ્ઠ નથી પણ વાળ માટે પણ ફાયદાકારક છે. તમે કેળાથી ઘરે હેર કન્ડિશનર પણ બનાવી શકો છો. તેને બનાવવા માટે, પાકેલા કેળાને સારી રીતે મેશ કરો. હવે તેમાં બે ચમચી ઓલિવ તેલ અને એક ચમચી મધ નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને વાળ પર લગાવો અને અડધા કલાક સુધી રહેવા દો. હવે તમારા વાળ પાણીથી ધોઈ લો.