મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવા માટે અરજી કરવાની રહેશે
મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટની નિમણુક કરવાની હોય રસ ધરાવતા નાગરિકોએ તા.૨૫ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવીજિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ વીશે વધુ માહિતી મેળવવા homeguards.gujarat.gov.in વેબસાઇટનો સંપર્ક કરવો
મોરબી જિલ્લા ખાતે માનદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબીની જગ્યા ભરવાની થતી હોઇ આ અંગે રસ ધરાવતા નાગરિકોને જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ કચેરી, રચના સોસાયટી, બ્લોક નં.૨૨/એ, શોભેશ્વર રોડ, મોરબીના સરનામે તા.૨૫/૦૯/૨૦૨૩ સુધીમાં બાયોડેટા સાથે સ્વયંસ્પષ્ટ અરજી આધાર પૂરાવા સાથે મોકલી આપવાની રહેશે. આ અંગેની વધુ માહિતી મેળવવા હોમગાર્ડઝની વેબસાઇટ homeguards.gujarat.gov.in નો સંપર્ક કરવા ઇ.ચા.નાયબ પોલીસ અધિક્ષક મુ.મ.અને જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ મોરબી પી.એ.ઝાલાની યાદીમાં જણાવાયું છે.