Friday, September 20, 2024

મોરબીમાં મકાનની લોનના હપ્તા ન ભરતા પ્રૌઢે એસીડ ગટગટાવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં વાવડી રોડ પર ગાયત્રીનગરમા રહેતા પ્રૌઢે મકાનની લોન લીધેલ હોય તથા ગોલ્ડ લોન પણ લીધેલ હોય જેના હપ્તા ન ભરી શકવાને કારણે એસીડ પી લેતા મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમા રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધુળકોટીયા (ઉ.વ.૫૧) એ રહેણાંક મકાન ઉપર હોમ લોન લીધેલ હોય તેમજ ગોલ્ડ લોન પણ લીધેલ હોય જેના હપ્તા ભરવાના હોય પરંતુ તેની પાસે રૂપીયા ન હોય જેથી પોતાની મેળે પોતાની જાતેથી ગત તા.૦૯/૦૯/૨૦૨૨ ના વહેલી સવારના એસીડ પી લીધેલ હોય અને પ્રાથમીક સારવાર સીવીલ હોસ્પિટલ મોરબીમાં લઈ વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ રાજકોટ રીફર કરેલ હોય જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તા.૧૦/૦૯/૨૦૨૨ ના રોજ મૃત્યુ પામ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર