હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે બે લાખનું વળતર; ગંભીર ઈજાગ્રસ્તને મળશે 50 હજાર
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MoRTH) દ્વારા હિટ એન્ડ રન પ્રકારના માર્ગ અકસ્માતોમાં COMPENSATION TO VICTIMS OF HIT AND RUN ACCIDENTS SCHEME-2022 અમલમાં મુકેલ છે. આ યોજના હેઠળ આવા પ્રકારના અકસ્માતોમાં મૃત્યુ પામનારને રૂ.૨,૦૦,૦૦૦/- અને ગંભીર ઈજાગ્રસ્તોને રૂ.૫૦,૦૦૦/-સુધીનું વળતર મળવા પાત્ર છે.
હિટ એન્ડ રન પ્રકાર અકસ્માતોમાં વળતર માટેની અરજી જે તે તાલુકાના મામલતદારની કચેરીએ કરવાની રેહશે. આ યોજનાની વધુ માહિતી મામલતદાર કચેરી અથવા મિનિસ્ટ્રી વેબ લિંક https://morth.nic.in તથા www.gicouncil.in/insurance-education/hit-and-run-motor-accidents પરથી મેળવી શકાશે.