હિન્દુ ધર્મના દેવી-દેવતાના સ્ટીકર કે ફોટા વાળા ફટાકડા વેચાણ કરશે તેમના વિરુદ્ધ એકતા એજ લક્ષ્ય સંગઠનના સમિતિ દ્વારા કાનુની કાર્યવાહી કારાશે
મોરબી: સનાતની હિન્દુ ભાઈઓ એકતા એજ લક્ષ્ય સંગઠન સમિતિ મોરબી જીલ્લા ટીમ એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓ દ્વારા આજ રોજ મોરબી જિલ્લામા તમામ જગ્યાએ જઈને ફટાકડા વેચનાર વેપારીઓને હિન્દુ દેવી દેવતાના સ્ટીકર અથવા ફોટા વાળા ફટાકડાનુ વેચાણ ન કરવા અને જો વેચાણ કરતા પકડાશે તો કલમ ૨૯૫/૨૯૫ A મુજબ કાનૂની કાર્યવાહી કરીશુ એવુ જણાવવામા આવ્યુ હતુ તો ત્યાંના તમામ વેપારી દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનના ભાઈઓને પૂરો સપોર્ટ કરવા નું કહ્યું છે એ પણ વેચાણ નહિ કરે અને બીજાને પણ વેચાણ નહિ કરવા દે એવું વેપારીઓ દ્વારા એકતા એજ લક્ષ્ય સંગઠનને જણાવ્યું છે. આમાં તમામ ગામના અથવા શહેરોમાં વેપારીઓ હિન્દુ ધર્મના કોઈ પણ દેવી દેવતાના સ્ટીકર વાળા ફટાકડાના ખરીદે અને વેચાણના કરે નહિ તો હિન્દુઓની લાગણી દુભાવવા બદલ એમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અને આપણે પણ હિન્દુ દેવી દેવતાઓના ફટાકડા ના ખરીદીને સપોર્ટ કરવો.
મોરબી શહેરમાં નવો એસટી ડેપો કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ ખર્ચો જાણે પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે એસટી બસ સ્ટેન્ડમાં આવેલ એક સૌચાલય રીપેરીંગ કામથી બંધ છે તો બીજા પુરુષ સૌચાલયમા પાણીના ખાડા ભરાઈ ગયા છે અને એક ટોયલેટ પણ બંધ હોવાથી મુસાફરોને ભારે હાલાકીનો...
મોરબી શહેરમાં સફાઈ અને ભૂગર્ભ પ્રશ્નનો હલ કરવા કલેકટર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જે અન્વયે 6 નાયબ મામલતદાર અને 10 ક્લાર્ક-તલાટીઓને શહેરની સફાઈ વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખવાની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવાની વાત કરવામાં આવી હતી....
મોરબીના કાલિકા પ્લોટમાં સાઈન્ટીફીક રોડ નાલા પાસેથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા...