Sunday, September 22, 2024

મોરબી નગર પાલીકામાં હાઈકેડરનાં ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરવા CMને રજુઆત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત રાજ્યની એ ગ્રેડની મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસરની તાજેતરમાં હળવદ ખાતે બદલી કરવામાં આવેલ છે. જેથી એ ગ્રેડની મોરબી નગરપાલીકા ચીફ ઓફીસર વિહોણી બની છે. મોરબી શહેરની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે હાઈકેડરના ચીફ ઓફીસરની તાત્કાલીક ધોરણે નિમણુંક કરવા નિર્મિત કક્કડ દ્વારા માંગ કરવામાં આવી છે.

વર્ષ -૨૦૧૩ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા મોરબીને જીલ્લો જાહેર કરવામાં આવેલ છે પરંતુ ૯-૯ વર્ષ વિતવા છતાં પણ આજ દીન સુધી મોરબી શહેરની પ્રજા પ્રાથમિક સુવિધાઓ માટે જંખી રહી છે. શહેરના વિવિધ પોશ તેમજ દુર્ગમ વિસ્તારો ઉબળ-ખાબળ રોડ રસ્તા, પીવાના પાણીની સમસ્યા, જાહેર શૌચાલયોની સમસ્યા, વરસાદી પાણીના નિકાલની સમસ્યા, સફાઈ તેમજ ગટર ઉભરાવવાની સમસ્યા, સ્ટ્રીટ લાઈટની સમસ્યા સહીતની વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલ છે. મોરબી જીલ્લો બન્યા બાદ આજ દીન સુધી શહેરમાં એક પણ ફરવાલાયક સ્થળ પણ ઉપલબ્ધ નથી. જે ખરેખર સંવેદનશીલ સરકાર માટે કલંક સમાન ગણી શકાય. ગત નગરપાલીકાની ચુંટણીમાં મોરબીની પ્રજાએ મોરબી નગરપાલીકાનાં કુલ ૧૩ વોર્ડની તમામ ૫૨ બેઠકો ભાજપને અપાવી હતી પરંતુ પાલીકા તંત્ર પ્રજાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં ઉણું ઉતર્યુ હોય તેવુ લાગી રહ્યુ છે, માત્ર એટલુ જ નહીં જીલ્લા ભાજપ કાર્યાલય પાસે પણ ગટર ઉભરાવવાના અહેવાલો વારંવાર મિડીયામાં પ્રસિધ્ધ થઈ રહ્યા છે. ત્યારે એક સમયે સૌરાષ્ટ્ર ના પેરિસ તરીકેની ઓળખ ધરાવતુ મોરબી શહેર આજે પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલ છે.

આ દરેક સમસ્યાઓના નિરાકરણ માટે નગરપાલીકામાં ઉચ્ચ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ચીફ ઓફીસર હોવા આવશ્યક છે, માટે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક ક્ષેત્રે ભારત દેશનો ડંકો વગાડનાર મોરબી શહેરની સમસ્યાઓના નિરાકરણ તેમજ પ્રજાની સુખાકારી માટે હાઈકેડરના ચીફ ઓફીસરની તાત્કાલીક નિમણુંક કરવા યોગ્ય આદેશ આપવા ૬૫ મોરબી માળિયા વિધાનસભાના મતદાર નિર્મિત કક્કડ દ્વારા સીએમને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર