તસ્કરોનો તરખાટ યથાવત: હાઈવે પરથી જાહેરાતના 70 બોર્ડની ચોરી
ટંકારા: રાજકોટ -મોરબી હાઇવે ઉપર રોડના ડિવાઇડરમાં ખાડા ખોદી મુકવામાં આવેલ જાહેર ખબરના લોખંડના 70 બોર્ડ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી જતા આ બાબતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ કોન્ટ્રાક્ટર નરેન્દ્રભાઇ કેશવજીભાઇ વીરડીયા (ઉ.વ.૩૩) રહે. રાજકોટ મવડી સંસ્કાર સીટી રામધણની બાજુમાં મોવડી બાયપાસ રાજકોટવાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની ડ્રીમ એડ્સ કંપની દ્રારા હાઇવે રોડ ઉપર નાખવામાં આવેલ અલગ અલગ કંપનીઓના લોખંડના જાહેરાતના બોર્ડ નંગ કુલ -૭૦ જેની કી.રૂ. ૧.૦૫૦૦૦/- ની ખુલ્લામાંથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.