Friday, November 15, 2024

ભારે વરસાદના કારણે ગેસની સપ્લાયને અસર પડી: મોરબીના સીરામીક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે કંડલા હાઈવે અને જામનગર હાઈવે બંધ થતા સિરામિક ઈન્ડસ્ટ્રીઝમા સપ્લાય કરતા ગેસના ટેન્કર હાઈવે પર અટકી ગયા છે જેના કારણે સિરામિક ઈન્ડસ્ટ્રીઝ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

મળતી માહિતી અનુસાર સમગ્ર રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક હાઈવે રોડ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહન વ્યવહાર પણ ખોરવાય ગયો છે ત્યારે છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સિરામિકના ઘણા એકમો પર માઠી અસર થઇ છે જેમ કે મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝમા જે પ્રોપેન ગેસ પુરો પાડવામાં આવે છે તે જામનગર રીલાયન્સ અને કંડલા થી પુરો પાડવામાં આવે છે ત્યારે ભારે વરસાદના કારણે કંડલા હાઈવે ૩૬ કલાક સુધી બંધ કરી દેવામાં આવ્યો છે તેમજ જામનગર હાઈવે પણ બંધ હોવાથી ગેસના ટેન્કર રસ્તામાં જ અટકી ગયા છે જેના કારણે મોરબી સિરામિકના ઘણા એકમોમાં ગેસનો સ્ટોક ખુટી ગયો છે તેમજ કેટલાક એકમોમાં આજ સાંજ સુધીનો જ સ્ટોક હોવાથી સાંજના ઘણા બધા સિરામિક એકમો બંધ કરવાની નોબત આવી શકે છે ત્યારે ગેસના ટેન્કર સિરામિક ઈન્ડસ્ટ્રીઝમા સપ્લાય કરતા ગેસના ટેન્કર ન પહોંચતા સિરામિક એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ત્યારે સિરામિક ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે વાહનવ્યવહાર શરૂ કરવામાં આવે જેથી સિરામિક એકમો લાંબો સમય સુધી બંધ ન રાખવા પડે અને સિરામિક ઉદ્યોગને વધુ પડતું નુકસાન ન ભોગવવું પડે જ્યાં સુધી રોડ પર ફસાયેલ ટેન્કર નહી પોહચે ત્યાં સુધી ઘણા બધા સિરામિક એકમો બંધ રહેશે. તેથી આ વાહન વ્યવહાર શરું કરવા સિરામિક ઉદ્યોગકારો દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર