હરીપર (કે) ગામના બસ સ્ટેશન સામેથી દારૂની 24 બોટલ સાથે એક પકડાયો
મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં મોરબી – માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર (કેરાળા) ગામના બસ સ્ટેન્ડ સામેથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં મોરબી – માળીયા નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર (કેરાળા) ગામના બસ સ્ટેન્ડ સામેથી આરોપી વિનોદભાઈ હરખજીભાઈ રૂપાલા (ઉ.વ.૪૨) રહે. નાની વાવડી તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૨૪૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.