Sunday, November 17, 2024

ટંકારાના હરબટીયાળી ગામે બે પક્ષો એ સામસામે ફરીયાદ નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય જેના લિધે બબાલ થતા બે પક્ષોએ ટંકારા પોલીસ સ્ટેશનમાં સામ સામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા હરજીભાઈ પોપટભાઈ સંઘાણી (ઉ.વ.૬૫) એ આરોપી પોપટભાઈ ગોકળભાઇ ઢેઢી રહે. હરબટીયાળી ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી તથા ફરીયાદિ બાજુ બાજુમાં રહેતા હોય અને આરોપી સાથે રસ્તા બાબતે જુનો વિવાદ ચાલતો હોય અને રેવન્યુ વાળા માપણી માટે આવેલ હોય જે આરોપીને ન ગમતા ફરીયાદિ સાથે બોલાચાલી કરી ગામ મુકી જતા રહેવાનુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર હરજીભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા પોપટભાઈ ગોકળભાઇ ઢેઢી (ઉ.વ.૪૮) એ આરોપી હરજીભાઈ પોપટભાઈ સંઘાણી રહે. હરબટીયાળી ગામ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૨-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી તથા ફરીયાદી બાજુ બાજુમાં રહેતા હોય અને આરોપી સાથે રસ્તા બાબતે જુનો વિવાદ ચાલતો હોય આજથી પાચેક વર્ષ પહેલા ફરીયાદિએ તેનુ મકાન ચણી દેવા માટે તેની દીવાલ તોડવા આપેલ હતી જે દીવાલ આજદીન સુધી ચણી આપેલ ન હોય જે બાબતે કહેવા જતા ફરીયાદિ સાથે બોલાચાલી કરી દીવાલ કયારેય ચણી નહી દવુ તેમ કહી તારાથી થાય તે કહી લેજે કેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર પોપટભાઈએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર