મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી પટેલ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું; 22 વ્યાજખોરો વિરુદ્ધ ફરીયાદ
મોરબી: સરકાર દ્વારા લોકોને વ્યાજખોરોથી બચાવવા માટે લોક દરબાર યોજવામા આવ્યા તેમજ વ્યાજખોરોને ડમવા કેટલાક પગલા પણ ભરવામાં આવ્યા પરંતુ મોરબીમાં વ્યાજખોરોને જાણે પોલીસનો ભય ન હોય તેવી રીતે ઉંચા વ્યાજે રૂપિયા આપી ત્યારબાદ બે ગણુ વ્યાજ સહીત રકમ ચુકવી લેવા છતા વ્યાજખોરોના ભરખ ભરતા નથી ત્યારે મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી એક યુવકે ફિનાઈલ ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ૨૨ વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના વિરપર ગામના વતની અને હાલ મોરબીની અવની ચોકડી પાસે વૃંદાવન એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતા કેયુરભાઈ નાગજીભાઈ બાવરવા (ઉ.વ.૩૪) એ આરોપી ગોપાલભાઇ ભટ્ટ રહે. વાવડી રોડ હાલ.રહે. વીરપર હરીપાર્ક તા.ટંકારા જી. મોરબી (૨) ભોલુ જારીયા રહે. રવાપર ઘુનડા રોડ મોરબી (૩) રોહીતભાઇ રહે. મોરબી (૪) મુકેશભાઇ ડાંગર રહે. મોરબી (૫) ઉમેશભાઇ રહે. મોરબી (૬) રાજભાઇ ઉર્ફે લાલભાઇ રહે. મોરબી (૭) પ્રકાશભાઇ રહે. મોરબી (૮) અજીતભાઇ રહે. મોરબી (૯) જયેશભાઇ ભરવાડ રહે. મોરબી (૧૦) કમલેશભાઇ રહે. મોરબી, (૧૧) પ્રતીક ઉર્ફે પતીયો રહે. મોરબી, (૧૨) જયદેવભાઇ રહે. મોરબી, (૧૩) વિપુલભાઇ રહે. મોરબી, (૧૪) જયદીપભાઇ ડાંગર રહે. મોરબી, (૧૫) મિલનભાઇ રહે. મોરબી, (૧૬) મેરૂભાઇ રામજીભાઇ રબારી રહે.વિરપર તા.ટંકારા જી. મોરબી, (૧૭) મહીપતસિંહ જાડેજા રહે. મોરબી, (૧૮) દીલીપભાઇ બોરીચા રહે. મોરબી, (૧૯) લાલાભાઇ રહે. નાગડાવાસ તા.જી. મોરબી, (૨૦) વિરમભાઇ રબારી રહે. મોરબી, (૨૧) ભરતભાઇ કે મુળ.ગામ ઉંચી માંડલ તા.જી. મોબી હાલ રહે. મોરબી તથા (૨૨) રીઝવાન રહે. વિરપર તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી છએક મહિના પહેલાથી આજદીન સુધી ફરીયાદી એ આ કામના આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા લીધેલ હોય જે રૂપીયાના બદલામાં આ કામના ફરીયાદીએ આરોપીઓએ ઉંચુ વ્યાજ ચુકવતા હોવા છતા આરોપીઓ ગોપાલભાઈએ ફરીયાદીની માલીકીની કીઆ કંપનીની સેલટોસ કાર નં. GJ-36-R-8194 વાળી બળજબરી પુર્વક લઇ જઇ તેમજ આરોપીઓ ભોલુ, રોહિતભાઈ , મુકેશભાઈ તથા રાજભાઈ તથા અજીતભાઈ તથા વિરમભાઈએ ફરીયાદીને ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓ ઉમેશભાઇ, પ્રકાશભાઇ , જયેશભાઇ તથા લાલાભાઈએ ફરીયાદીને ઉંચા વ્યાજે નાણા ધીરી પઠાણી ઉઘરાણી કરી તેમજ આરોપી રીઝવને ફરીયાદીની સંયુકત માલીકીની બળજબરી પુર્વક જમીન લખાવી લઇ આરોપીઓ (૧) થી (૨૧)નાએ ફરીયાદી પાસે તેના બેંક એકાઉન્ટના ફરીયાદીની સહી વાળા બે બે કોરા ચેક બળજબરી પુર્વક લખાવી લઇ આ તમામ આરોપીઓએ ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદીએ આરોપીઓના ત્રાસથી ફીનાઇલ પી લેધુ હતું. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર કેયુરભાઈએ વ્યાજખોરો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૪,૫૦૪,૫૦૬(૨), તથા ધી મનીલેન્ડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.