હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત ટંકારાના ભુત કોટડા પ્રા. શાળામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
ટંકારા: પ્રધાનમંત્રી દ્વારા પ્રેરિત હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશના શહેર અને ગામે ગામ ત્રિરંગો લહેરાય તેવી રાજ્ય સરકારની નેમ છે જે અનુસંધાને ટંકારા તાલુકાના ભુત કોટડા પ્રાથમિક શાળા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ચિત્ર, રંગોળી વગેરે જેવી સ્પર્ધા યોજાઇ હતી. તેમજ ધોરણ 6 થી 8ની દીકરીઓ અને શિક્ષકો દ્વારા 7*12 ફૂટની એક મહા રંગોળીનું બનાવવામાં આવી હતી. જેમાં કલર, પાંદડા વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તમાંમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.