Sunday, September 22, 2024

” હર ઘર તિરંગા ” અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો જયસુખભાઇ પટેલે રૂ. 5,00,500/- નું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માં દાન કર્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા અને હરિયાળા ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષના અમૃત મહોત્સવની ઉજવાણુનો કાર્યક્રમ ” હર ઘર તિરંગા ” અને ” પર્યાવરણ બચાવો ” અભિયાન અંતર્ગત અજંતા-ઓરેવા ગ્રુપના સુપ્રીમો પાટીદાર રત્ન જયસુખભાઇ પટેલે રૂ. 5,00,500/- ના 1001 વૃક્ષ નું દાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન- અમદાવાદ માં કર્યું હતું. અને વૃક્ષ ના દાતા બની ને સદર અભિયાનમાં સહભાગી બનીને અન્ય માટે પ્રેરણારૂપ પણ બન્યા હતા. તેમના આ કાર્ય બદલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા ગૌરવની લાગણી અનુભવે છે.

સંસ્થાએ માત્ર વૃષારોપણ નહિ, પરંતુ તેના ઉછેરની જવાબદારી પણ સ્વીકારી છે. જયસુખભાઇ નું પણ કહેવું છે કે હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ સાથેના આપણા જોડાણને વધુ ગાઢ બનાવવાનો છે. ઘરો અને સંસ્થાઓમાં ધ્વજ ફરકાવાથી લોકો વ્યક્તિગત સ્તરે રાષ્ટ્રભાવના સાથે જોડાશે. આવનારી પેઢી માં દેશ પ્રેમ ની ભાવના નું ઊંડાણ પૂર્વક સિંચન થશે. આ અભિયાન લોકોમાં રાષ્ટ્ર પ્રેમ જાગૃત કરવા મહત્વ નું યોગદાન આપશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર