મોરબી: હળવદની સરા ચોકડીથી સરા તરફ જતા રોડ પર પંતજલી સ્કુલની સામે રોડ ઉપર બેકરીના ધંધા બાબતે લેવાના બાકી નીકળતા રૂપિયાની માંગણી કરતા બે શખ્સોએ યુવક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ભોગ બનનાર યુવકે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં નરશીપરા કોલેજ રોડ પર રહેતા દિપકભાઈ ઘનશ્યામભાઇ દલવાડી (ઉ.વ.૨૭) એ આરોપી દયારામભાઈ જશરાજભાઈ કણઝરીયા તથા ઘનશ્યામભાઇ જશરાજભાઈ કણઝરીયા રહે બંને નવા વેગડવાવ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૦-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદીએ બેકરીના ધંધા બાબતે લેવાના બાકી નીકળતા પૈસાની માંગણી આરોપી દયારામભાઇ પાસે કરતા ઉશ્કેરાઇ જઇને આ કામના આરોપી ઘનશ્યામભાઇ પોતાના હાથમાં એક લોખંડના પાઇપ જેવું હથીયાર લઇ આવી ફરીયાદીને માથામાં પાછળના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી અને આ આરોપી દયારામભાઇએ ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર મારી શરીરે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે દિપકભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં રહેતા આધેડની જમીન આરોપીના કારખાના પાસે આવેલ હોય અને તે જમીન બાબતે બે વર્ષથી કોર્ટમાં દાવો ચાલુ હોય તેમ છતા આરોપી જમીન પર દબાણ કરી બેઠલ હોય જે સ્થીત જોવા આધેડ જતા આધેડને મોરબી તાલુકાની લિલાપર ચોકડી પાસે જઈ તું કેમ અમારા કારખાના પાસે આવે છે તેમ આધેડ...