હળવદની સરા ચોકડી પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
હળવદ શહેરમાં આવેલ સરા ચોકડી પાસે ક્રોસ રોડ હોટલ તથા સેન્ટર પોઇન્ટ હોટલની વચ્ચેની ગલીમાંથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ હોન્ડા કંપનીનું લીવો બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને હાલ હળવદના સરા રોડ આનંદપાર્ક -૨ નાલંદા સ્કુલની બાજુમાં રહેતા હસમુખભાઇ વિઠ્ઠલભાઈ વરમોરા એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હોન્ડા કંપનીનુ લીવો જેના રજીસ્ટર નં.GJ-13- AN-1187 જેની હાલે કિમત રૂપિયા.૨૦,૦૦૦ વાળુ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.