Wednesday, December 4, 2024

હળવદના વેગડવાવ ગામ પાસે પેટ્રોલપંપની ઓફિસમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો; બે ઈસમોની ધરપકડ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના વેગડવાવ ગામ પાસે આવેલ જય ભવાની પેટ્રોલપંપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને રૂપીયા ૧,૬૨,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકાના વેગડવાવ ગામે જય ભવાની પેટ્રોલપંપની ઓફીસમાં સાહેદ સુતા હતા ત્યારે એક નંબર પ્લેટ વગરની ગ્રે-કલરની મારૂરી સ્વીફ્ટ કારમાં અજાણયા ત્રણ ઇસમો આવી પેટ્રોલપંપની ઓફીસના ટેબલના ખાનામાંથી રોકડા રૂપીયા ૩૩,૦૦૦/- તથા ટેબલ ઉપર રાખેલ ફાયરબોટ કંપનીની સ્માર્ટ વોચ કિ.રૂ.૧,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૪,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ જતા જે બાબતે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર થયેલ હોય.

જેથી આ ગુન્હના આરોપીને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તપાસ હાથ ધરતા ખાનગી રાહે બાતમી મળેલ કે, ચોરીના ગુનાને અજામ આપનાર આરોપીઓ એક ગ્રે કલરની રજીસ્ટર નંબર – GJ-12-CG-4081 વાળી સ્વીફ્ટ કારમાં હાલમાં હળવદ વિસ્તારમાં આવેલ છે અને સ્વીફ્ટ કાર જે હાલે મોરબી ચોકડી પાસે આવેલ નર્મદા કેનાલ નજીક ઉભેલ હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે તુરતજ તે જગ્યાએ તપાસ કરતા જગ્યાએથી ગાડીમાં બે આરોપીઓ મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો અન્ય એક સાગરીત સાથે મળી આચરેલાની કબુલાત આપતા ઇસમ પાસેથી આ ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂપીયા-૩૧,૦૦૦/- તથા ચોરીમાં ગયેલ સ્માર્ટ વોચ નંગ-૧ મળી આવતા કબજે કરી બન્ને આરોપી સુલેમાન ઉર્ફે લક્કી અલ્લાહબક્ષ સાલેભાઇ સમા રહે. માધાપર જુના વાસ રેલ્વે ફાટક પાછળ સમા વાસ તા.જી.ભુજ (કચ્છ) તથા મુસ્તાક પચાણભાઇ સમા રહે.જુણાદેઢીયા તા.ભુજ જી.ભુજ હાલે રહે. માધાપર ભવાની હોટલ પાછળ મહાપ્રભુનગર સોસાયટી તા.જી.ભુજવાળાને ચોરીના ગુન્હામાં અટક કરી આગળની તપાસ અર્થે હળવદ પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. તેમજ અન્ય એક શખ્સ ઇશાભાઇ રાયબભાઇ સમા રહે.જુના દેઢીયા ગામ તા.જી.ભુજ (કચ્છ)વાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર