હળવદના ટીકર ગામે પેટ્રોલપંપના અને વિઝિટે આવેલ કર્મચારીઓ પર છ શખ્સોનો હુમલો
હળવદ: હળવદ તાલુકાના ટીકર ગામની ચોકડીએ આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલપંપના અને વિઝિટે આવેલ કર્મચારીઓ ઉપર છ શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં પેટ્રોલપંપ પર થોડ ફોડ કરી કર્મચારીઓને ઈજા પહોંચાડતા કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામની ચોકડીએ આવેલ પેટ્રોલપંપ પર મારમારીનો બનાવ સામે આવ્યો છે જેમાં પેટ્રોલપંપ પર સાંજના સમયે પેટ્રોલ પુરાવવા બાબતે સામાન્ય બોલચાલી થઈ હતી જે બાદ છ જેટલા શખ્સોએ આવી પેટ્રોલપંપ ઉપર હુમલો કરી તોડફોડ કરી હતી જેમાં પેટ્રોલપંપની ડિસ્પ્લે, બાઈક, તેમજ ગ્રાઉન્ડમાં રહેલ ડમ્પરમાં નુકસાન કરી તોડફોડ કરી હતી તેમજ આ હુમલામાં પેટ્રોલપંપમા કામ કરતા કર્મચારીઓ અને વિઝિટે આવેલ કર્મચારીઓ પર હુમલો કરી તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી જેથી કર્મચારીઓને પ્રાથમ હળવદ સરકારી હોસ્પિટલમાં ત્યારબાદ વધું સારવાર અર્થે સુરેન્દ્રનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.