Wednesday, March 26, 2025

આરોગ્ય વિભાગ દ્વારા હળવદના નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી DDO જે.એસ. પ્રજાપતિ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી હળવદ, GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના સહયોગ થી આરોગ્ય વિભાગ દ્વારા નવા ટીકર ગામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

આ બ્લડ ડોનેશન કેમ્પને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા, જીલ્લા RCHO ડો. સંજય સાહ,THO ડો ચિંતન દોશી, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝારીયા, ટીકર ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ એરાવાડિયા, ગ્રામ્ય આગેવાન બાબુભાઈ, હિરેનભાઈ ની હાજરીમાં કેમ્પને ખુલ્લો મુકવામાં આવેલ, અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ કેમ્પમાં ટીકર ગામમાંથી તેમજ આજુબાજુના ગામમાંથી આવેલ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવેલ. કુલ ૪૫ યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવેલ. તેમજ આ કેમ્પને સફળ બનાવવા માટે મેડીકલ ઓફિસર ટીકર ડો.પરેશ પટેલ, આયુષ મે.ઓ. પિયુષ રાવલ, TMPHS લાલજીભાઈ, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકરના આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર