હળવદના ટીકર ગામે પ્રૌઢ સહિત પાંચ વ્યકિત પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
હળવદ તાલુકાના ટીકર ગામે આધડના ઘર પાસે પાણીની લાઈન ખોદેલ હોય ત્યાંથી આરોપીનો દિકરો બાઈક લઈને નીકળતા સાહેદ રૂકશાનાબેને તેને અહિયાંથી બાઈક નહીં ચલાવવાનું કહેતા આરોપીને સારૂ ન લાગતા સાહેદ બાલાચાલી કરેલ હોય જે બાબતે આધેડ તથા સાહેદો સમજાવવા જતા આરોપીઓએ છરી વડે હુમલો કરી આધેડ તથા સાહેદોને લાકડી વડે ફટકાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અકબરભાઈ ઉર્ફે હકાભાઈ ભટ્ટી (ઉ.વ.૫૩) એ આરોપી લાલમામદભાઈ કાસમભાઈ રાજા, રમજાનભાઈ કાસમભાઈ રાજા, રમજાનભાઈ દાદમહમદભાઈ તથા મુસ્તાકભાઈ લાલમામદભાઈ રાજા રહે. બધા ટીકર ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના ઘર પાસે પાણીની લાઇન ખોદેલ હોય ત્યાથી આરોપી લાલમામદભાઈના દિકરા મોટરસાયકલ લઇને નીકળતા સાહેદ રૂકશાનાબેને તેઓને અહિયાથી મોટરસાયકલ નહીં ચલાવવાનુ કહેતા આરોપીઓને સારૂ નહીં લાગતા સાહેદ સાથે બોલાચાલી કરેલ હોય જે બાબતે ફરીયાદી તથા તેના ભાઇ સાહેદ જુસબભાઇ તથા હબીબભાઇ તથા ફરીયાદિના દિકરા રમજાનભાઇ તથા શબીરભાઇ આરોપિઓને સમજાવવા જતા આરોપીઓને સારૂ નહીં લાગતા ફરીયાદિ તથા સાહેદોને ભુંડી ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનો માર મારી છરી વડે હુમલો કરી તથા લાકડી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.