Saturday, October 19, 2024

હળવદના સુસવાવ ગામના પાટીયા નજીક ટ્રેક્ટર સાથે બાઈક અથડાતાં મહિલાનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટીયાથી આગળ ડીવાઈન બોર્ડ પ્રાઈવેટ લિમિટેડ કારખાનાની સામે રોડ ઉપર બાઈક સાથે ટ્રેકટર અથડાતાં મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પાયલબેન રાજેશભાઈ હમીરપરા (ઉ.વ.૧૯) એ આરોપી ટ્રેક્ટર રજીસ્ટર નંબર – જીજે -૧૩-સી.એ.-૯૮૫૬ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧-૨૦૨૩ ના રોજ ફરીયાદી તથા સાહેદ હળવદ થી માળીયા જતા હાઇવે રોડ ઉપર પોતાના ભાઇનુ મોટરસાયકલ નં – GJ-36-AQ-2585 વાળુ લઇને જતા હતા ત્યારે સુસવાવ ગામના પાટીયાથી આગળ ડીવાઇન બોર્ડ પ્રા. લીમીટેડ કારખાનાની સામે પહોચતા ટ્રેકટર રજીસ્ટર નંબર – જીજે-૧૩-સી એ -૯૮૫૬-ના ચાલકે પોતાના કબ્જા વાળુ ટ્રેકટર પૂરઝડપે અને બેફામ રીતે બેદરકારીથી રોંગ સાઇડમા રોડ ઉપર ચલાવી મોટરસાયકલ સાથે ભટકાડી ફરીયાદી તથા પ્રકાશભાઇ ચંદુભાઇને ગંભીર ઇજા કરી તથા હેતલબેનને ગંભીર ઇજા કરી મોત નીપજાવી સ્થળ પર પોતાનુ વાહન મુકી આરોપી નાશી ગયો હતો. આ બનાવ અંગે પાયલબેને આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ), તથા એમ.વી. એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર