હળવદ: હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરગઢ ગામના પાટીયા નજીક આરોપી વિજયભાઈ ભુપતભાઇ ડાભી (ઉ.વ.૨૨) રહે. સુંદરગઢ ગામ તા. હળવદવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ.૧૭૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

