Tuesday, February 11, 2025

હળવદના સુંદરગઢ ગામેની સિમમાંથી બીયરનો જથ્થો ઝડપાયો; બે ઈસમો ફરાર 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના સુંદરગઢ ગામેની સિમમાં વનારકીના રસ્તે બાઈક પર દારૂની હેરાફેરી કરતા ઈસમોનો પીછો કરતા ૧૮૦ નંગ બીયર ટીનનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપીઓ બંને સ્થળ પરથી નાસી છુટતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના સુંદરગઢ ગામેની સિમમાં વનારકીના રસ્તે આરોપી રમણીકભાઇ ઉર્ફે બુધો અવચરભાઈ શીપરા તથા કરશનભાઈ ચંદુભાઈ બહાપીયા રહે. બંન્ને સુંદરગઢ ગામ તા. હળવદવાળાએ પોતાના હવાલાવાળા યામાહા મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એજી-૩૨૩૨ જેની કિંમત રૂ.૫૦,૦૦૦ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૩૬-એચ-૩૧૩૧ જેની કિંમત રૂ.૩૦,૦૦૦ વાળામા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૧૮૦ કિં રૂ. ૨૩૫૮૦ મળી કુલ કિં રૂ. ૧,૦૩,૫૮૦ નો મુદ્દામાલ હળવદ પોલીસે ઝડપી પાડી આરોપીઓ સ્થળ પરથી નાસી છુટતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર