Saturday, November 23, 2024

હળવદના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાપકડા ગામના કલસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય રસીકરણ, રાશન કાર્ડ, ઈ- કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭- ૧૨ અને ૮- અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, સાપકડા ગામ અને ક્લસ્ટર હેઠળના ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર