Monday, September 23, 2024

હળવદના રહેણાંક મકાનમાં જુગારીઓ પર પોલીસ ત્રાટકી, છ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

શ્રાવણ માસ દરમિયાન જુગારની બદી અટકાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી હોય ત્યારે જુગારની બદી ને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ એલર્ટ થઈ ગઈ હોઈ ત્યારે હળવદ પોલીસ દ્વારા હળવદના મહાવીર પાર્કમાં રહેણાક મકાનમાં રેડ કરવામાં આવી હતી. જ્યાંથી જુગાર રમતા છો મને પકડી પાડવામાં આવ્યા છે

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ મથક ના પી.આઈ એમ વી પટેલ ના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હોય કે હળવદના મહાવીર પાર્કમાં રહેતા આરોપી મહિપાલભાઈ જગુભા ધાંધલ ના રહેણાંક મકાનમાં અમુક ઇસમો જુગાર રમતા હોય પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા પર રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન પોલીસને હકીકત વાળી જગ્યા પરથી જુગાર રમતા/રમાડતા આરોપી
(૧) મહિપાલભાઈ જગુભા ધાંધલ
(૨) કૌશિકભાઈ પ્રવીણભાઈ ગૌસ્વામી
(૩) પંકજભાઈ જગદીશભાઈ જોષી
(૪) યાગ્નિક ભાઈ વાસુદેવભાઈ ગોપાણી
(૫) નવઘણભાઈ કાનજીભાઈ ચાવડા
(૬) શામજીભાઈ મેણંદભાઈ રાઠોડ
મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે તેમની પાસેથી રોકડ રકમ 57,300/- મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા 15000/- મળી કુલ 72,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા જુગારધારા અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર