Monday, March 24, 2025

હળવદના રાયસંગપુર ગામેથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીના વાડીના શેઢા પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે બાતમી મળતાં બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદ તાલુકાના રાયસંગપર ગામની સીમમાં સાવડા નામે ઓળખાતી સીમમાં પરસોત્તમભાઈ છગનભાઇ દલવાડીના વાડીના શેઢા પાસે આવેલ લીંબડાના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો હમીરભાઇ મેરૂભાઈ ચૌહાણ (ઉ.વ.૫૦), નટવરભાઈ ઉર્ફે ટાબાભાઈ ચાવડા (ઉ.વ.૫૫), રમેશભાઈ કચરાભાઈ જાંબુકીયા (ઉ.વ‌.૫૧), રવજીભાઈ ગોરધનભાઈ લોલાડીયા (ઉ.વ‌.૫૦), રમેશભાઈ ઠાકરશીભાઈ ડાભી (ઉ.વ‌.૪૦), ધનજીભાઈ છગનભાઈ પરમાર (ઉ.વ.૬૦) રહે. બધા રાયસંગપુર ગામ તા. હળવદવાળાને રોકડ રકમ રૂ. ૧૨૬૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર