હળવદના રાયધ્રા ગામેથી પોશડોડાના મોટા જથ્થા સાથે એક ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામેથી પોશડોડાના મોટા જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એસ.ઓ.જી.ની ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન સ્ટાફને બાતમી મળેલ કે, મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા રહે. રાયધ્રા તા. હળવદ જી.મોરબીવાળો પોતાના કબજા ભોગવટા વાળા રાયધ્રા ગામે ઝાંપા પાસે ગાત્રાળ માતાજીના મઢથી દક્ષિણે આવેલ વાદળી કલરની નાની ડેલીવાળા મકાનમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો ૧૧ કિલો ૩૨૮ ગ્રામ કી.રૂ.૩૩,૯૮૪/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫૦૦/- તથા વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડા વેચાણ કરવા માટે રાખેલ ત્રાજવા નંગ-૧ તથા વજનના તોલા નંગ-૦ર સહિત કિ.રૂ. ૫૦૦/- મળી કુલ રૂપીયા ૩૩,૯૮૪/-ના મુદ્દામાલ સાથે આરોપી મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડાભાઇ પરસાડીયા ઉ.વ.૬૬ રહે. રાયધ્રા ગાત્રાળ માતાજીના મંદિર પાસે તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૧૫ (બી) મુજબની કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.