હળવદના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાંથી રૂ.1.90 લાખના મત્તામાલની ચોરી
હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રહેણાંક મકાનમાંથી સોનાના દાગીના કિં.રૂ.૧,૯૦,૦૦૦ ના મત્તામાલની ચોરી કરી લઇ ગયા હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અજાણ્યા ચોર ઈસમે ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી અંદરના રૂમમાં રહેલ કબાટના લોકરમાંથી સોનાના દાગીના, કાનમાં પહેરવાના સોનાના કોકરવા નંગ -૦૨ આશરે દોઢ તોલા કિં.રૂ. ૫૭,૦૦૦ તથા ગળામાં પહેરવાની સોનાની મગમાળા નંગ -૦૧ આશરે સાડા ત્રણ તોલાની કિં રૂ. ૧,૩૩,૦૦૦ એમ કુલ કિં રૂ.૧,૯૦,૦૦૦ ના મત્તામાલની ચોરી થઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.