Friday, January 24, 2025

હળવદના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી જનાર ઈસમ ગીર સોમનાથી ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ:  હળવદ તાલુકાના રાતાભેર ગામેથી સગીરાને ભગાડી લઈ જનાર ઈસમને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનાં હળમતીયા ગામેથી હળવદ પોલીસે ઝડપી પાડયો છે.

ગઈ તા.૦૫/૦૨/૨૦૨૪ ના રોજ આ કામના ફરીયાદી બાબુભાઈ નાનજીભાઈ કેરવાડીયા જાતે કોળી ઉ.વ.૪૨ ધંધો,ખેતી મજુરી રહે.રાતાભેર તા. હળવદ જી.મોરબી વાળાની સગીર વયની દિકરીને આરોપી જીતુ ઉર્ફે જીતેશભાઈ વરશીંગભાઈ કેરવાડીયા ઉ.વ.૨૩ રહે. રાતાભેર તા.હળવદ જી.મોરબી વાળો સગીરવયની દીકરી હોવાનું જાણતો હોવા છતા લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ ગુન્હો આચરેલ હોય જે અંગે હળવદ પો.સ્ટે. એ પાર્ટ ઈ.પી.કો કલમ-૩૬૩,૩૬૬ વિગેરે મુજબનો ગુન્હો રજી. કરવામા આવેલ હતો.

હળવદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ખાનગી બાતમી તેમજ ટેકનીકલ સોર્સ મારફતે અપહરણના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને હળવદ પોલીસ ટીમે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે હળમતીયા ગામની સીમમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર