Monday, March 10, 2025

હળવદના રણજીતગઢ નજીકથી હદપાર કરેલ ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સેસન્સ કોર્ટ દ્વારા એક શખ્સને હળવદ તાલુકા પંથકમાં હદ પ્રવેશ કરવાની મનાઈ ફરમાવી હોય તે ઈસમ હળવદના મહાદેવનગર થી રણજીતગઢ જતા રસ્તે પોતાની વાડી પાસેથી આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં કણબીપરા રામજી મંદિર આગળની શેરીમાં રહેતા પંકજભાઈ ચમનભાઈ ગોઠી (ઉ.વ.૨૮) નામના આરોપીને મોરબી સેસન્સ કોર્ટમા રેગ્યુલર જામીનના હુકમની શરત નં.(૮) જેમાં “આ કેશની કાર્યવાહી સિવાય હાલના ગુનાની ટ્રાયલ પુર્ણ ન થાય ત્યા સુધી હળવદ તાલુકા વિસ્તારની હદમા પ્રવેશ કરવો નહી” તેવી શરત નામદાર કોર્ટે હુકમથી ફરમાવેલ હોવાનું આરોપી જાણવા છતાં આ શરતનો ભંગ કરી હળવદ શહેર (તાલુકા) હદ વિસ્તારમા મહાદેવનગર થી રણજીતગઢ જતા રસ્તે આવેલ પોતાની વાડી પાસે જાહેરમા મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર