હળવદના જુના ધનાળા ગામે આધેડને બે શખ્સોએ લાકડાના ધોકા વડે મારમાર્યો
હળવદ તાલુકાના જુના ધનાળા ગામની સીમમાં આધેડના નાનાભાઈ એ પોતાના ખેતરમાં જીરૂં વાવેલ હોય જેથી બંને શખ્સોને ત્યાંથી બકરા ચલાવવાની ના પાડતા આરોપીઓએ આધેડને ધોકા વડે મારમારી આધેડના નાનાભાઈને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા હરજીવનભાઈ સામજીભાઈ મકવાણા (ઉ.વ.૪૭) એ આરોપી ગૌતમભાઈ કરણાભાઈ રબારી તથા વરવીતભાઈ ઉર્ફે વનીયો અમરાભાઈ રબારી રહે. બંને મયુરનગર ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના નાનાભાઇ સાહેદ વિષ્ણુભાઇ શામજીભાઇ મકવાણાએ પોતાના ખેતરમાં જીરૂનો પાક ઉભો હોવાથી આ બંન્ને આરોપીઓને બકરા ચલાવવાની ના પાડતા જે આરોપીઓેને સારૂ ન લાગતા આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે તથા ઢીંકાપાટુનો મુંઢમાર મારી ફરીયાદીને ઇજા પહોંચાડી બંન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના નાનાભાઇ વિષ્ણુભાઇ શામજીભાઇ મકવાણાને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.