હળવદના જુના ધનાળા ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
હળવદ: હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને રૂ. ૧,૮૨,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો ટીમને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ દરોડા પાડતા હળવદ તાલુકાના જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઇસમો ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, કિરણભાઇ જીલુભાઇ ઝીંઝુવાડીયા, અજીતભાઇ સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા રહે. છએ જુના ધનાળા ગામ, તા.હળવદ તથા ચંદ્રકાંતભાઇ દેવજીભાઇ અઘારા રહે. ઇશ્વરનગર ગામ, તા.હળવદ, હિરજીભાઇ ઉર્ફે હિરાભાઇ લક્ષમણભાઇ સરાવાડીયા રહે. ઇશ્વરનગર ગામ, તા.હળવદવાળાને રોકડા રૂપીયા ૧,૪૬,૬૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૮૨,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબની કાર્યવાહી કરેલ છે. તેમજ સ્થળ પરથી નાસી છુટેલ આરોપી મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ રહે. સિપાઇ વાસ, ગોરીદરવાજા હળવદવાળાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.