હળવદના નવા સાપકડા ગામેથી દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળતાં બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા હળવદ તાલુકાના નવા સાપકડા ગામથી જુના સાપકડા ગામમાં જવાના રસ્તે બાતમી વાળી જગ્યાએથી આરોપી અમૃતભાઇ ઉર્ફે મુન્નો અમરશીભાઈ રાતોજા ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે.નવા સાપકડા તા.હળવદ જી. મોરબીવાળાને પકડી પાડી ઈસમને ચેક કરતા મજકુર ઈસમના પેન્ટના નેફામાંથી ગેરકાયદેસર હથિયાર દેશી હાથ બનાવટ લોખંડની મેન્જીન વાળી પીસ્તોલ નંગ-૦૧ કિં રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ જપ્ત કરી ઈસમની ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.