હળવદના મયુરનગર ગામે હથીયાર સાથે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ
હળવદ તાલુકાના મયુરનગર ગામ વિસ્તારમાં તલવાર અને લોખંડના ધાર્યા જેવા હથીયાર તથા પ્રવાહી પીતો નાચગાન કરતો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર મૂકનાર શખ્સ વિરુદ્ધ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના મયુરનગર ગામ વિસ્તારમાં રહેતા જયદીપભાઈ દિનેશભાઇ ડાભીએ નામના આરોપીએ જાહેરમા પોતાના હાથમાં લોખંડનું ધારીયુ તથા તલવાર જેવા હથીયાર તથા બીજા હાથમાં બોટલથી કોઇ પ્રવાહી પીતો નાચગાન કરતો તેમજ વીડીયોમાં બીભત્સ શબ્દો તથા મો.નં.૭૨૦૧૯૧૮૮૯૬ ટાઈપ કરેલાનો વીડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉબેન્ટમાં મુકી હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુન્હો નોંધી આરોપી વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.