હળવદના માથક ગામે યુવક સહિત ત્રણ વ્યકિતઓ પર બે શખ્સોનો છરી વડે હુમલો
હળવદ: હળવદ તાલુકાના માથક ગામે પેટ્રોલપંપ પાસે માથક ગામથી ચુંપણી ગામ તરફ જતા રોડ પર જુનું મનદુઃખનો ખાર રાખી યુવક તથા તેના બે મિત્રોને અમરા ગામમાં કેમ આવ્યા છો તેમ કહી બે શખ્સોએ યુવક તથા તેના મિત્રને માર ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઇજા પહોંચાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતા રોહિતભાઈ રૈયાભાઈ દેકાવાડીયા (ઉ.વ.૨૨) એ આરોપી અજય રૂડાભાઈ જેતપરા રહે. માથક ગામ તા. હળવદ તથા અજાણ્યો ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી સાથે આરોપીઓને જુનું મનદુઃખનો ખાર રાખી ફરીયાદી તથા સાહેદ યોગેશભાઈ લાલજીભાઇ દેકાવાડીયા તથા મહિપતભાઈ સાદુરભાઈ દેકાડીયા તમે ત્રણેય મોડીરાત્રે અમારા ગામમાં કેમ આવ્યા? તેમ કહી આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપી લાકડાના ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.