હળવદના માનસર ગામે ગળેફાંસો ખાઈ પ્રેમીપંખીડાનો આપઘાત
હળવદ: હળવદ તાલુકાના માનસર ગામે સમાજ સ્વીકારશે નહી તેવા ડરથી પ્રેમીપંખીડાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બંનેના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ આરતીબેન નવલસીંગ તડવી ઉ.વ.૨૦ તથા સંજયભાઇ કનુભાઇ તડવી ઉ.વ.૨૩ રહે બંને હાલ હસમુખભાઇ ગોહીલની વાડી માનસર તા. હળવદ મુળ રહે. ગામ બાડાવાડ તા.પાવી (જેતપર) જિ.છોટાઉદેપુર વાળા એક બીજા કાકા બાપાના ભાઇ બહેન થતા હોય અને એકબીજાને પ્રેમ કરતા હોય અને સમાજ સ્વીકારશે નહી તેવુ મનમા લાગી આવતા બન્નેએ પોતે પોતાની જાતે ગળે ફાસો ખાઇ જતા આરતીબેન અને સંજયભાઈનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.