Sunday, September 8, 2024

હળવદના માલણીયાદ ગામે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના માલણીયાદ ગામે યુવકને આરોપીઓ સાથે ગત ચુંટણી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખી યુવકના બાઈક સાથે બાઈક અથડાવી ત્રણે શખ્સોએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવકની છાતી પર બેસી ગળુ દબાવી જીવલેણ હુમલો કર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ હરજીવનભાઈ કણઝારીયા (ઉ.વ.૪૭) એ આરોપી મહિપાલસિંહ મહાવિરસિંહ ઝાલા, કાનભા જાલુભા ઝાલા અને વિજયસિંહ મહિપતસિંહ ઝાલા રહે ત્રણેય જુના માલણીયાદ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૫-૦૫-૨૦૨૪ ના રોજ ફરીયાદી પોતાનુ હીરો કંપનીનુ મોટરસાયકલ રજીસ્ટર નં. જીજે-૧૩-જેજે-૩૦૭૭ વાળુ લઇને પોતાની વાડી પાસે ઉભા હતા ત્યારે આરોપી મહિપાલસિંહ એ તેનુ મોટરસાયકલ ફરીયાદીના મોટરસાયકલ સાથે ભટકાડી પાડી દઇ આરોપીઓએ ગત ચુંટણી બાબતનુ મનદુખ રાખી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી, ઢીકાપાટુ નો મુંઢ માર મારી આરોપી મહિપાલસિંહએ ફરીયાદિને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદિની છાતી ઉપર બેસી ગળુ દબાવી જીવલેણ હુમલો કર્યો હતો જેથી ભોગ બનનાર ઘનશ્યામભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૭,૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર