Friday, March 7, 2025

હળવદના કોયબા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરતા યુવકને ટ્રકે હડફેટે લેતા મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા પાસે હાઈવે રોડ ઉપર રોડ ક્રોસ કરતા યુવકને હડફેટે લેતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ભારદ ગામના વતની પ્રિયંકાબેન લાલજીભાઇ ભદ્રાડીયા (ઉ.વ.૨૪) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જી.જે-૩૯-ટી-૨૧૫૦ ના ચાલક ઉમેદરામ લીલારામ મેઘવાલ રહે. રાજસ્થાન વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના ચાર સાડા ચાર વાગ્યેના સુમારે આરોપી એક ટ્રક રજીસ્ટર નં જી.જે. ૩૯ ટી ૨૧૫૦ નો ચાલક વાળાએ પોતાના હવાલા વાળુ ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદિના ભાઇ દામીનકુમાર કમલેશભાઇ રહે. ધાંગધ્રા વાળા હળવદ ધાંગધ્રા હાઇ વે રોડ ઉપર કોયબા ગામના પાટિયા પાસે પગપાળા ચાલી ને જતા હોય રોડ ક્રોસ કરતી વખતે ટ્રકની હડફેટે લઇ અકસ્માત કરી ફરીયાદીના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી તેમજ શરીરે ઇજા પહોચાડી અકસ્માત કરી ફરીયાદી ના ભાઇનુ સ્થળ ઉપર મોત થયેલ હોય અને વાહન ચાલક સ્થળ ઉપરથી નાશી ગયેલ હોવાની મૃતકના બેને ફરીયાદ નોંધાવતા હળવદ પોલીસે ફરીયાદના આધારે આરોપી ઉમેદરામ લીલારામ મેઘવાલ રહે. રાજસ્થાન વાળાની અટક કરી આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ), તથા એમવી એક્ટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર