હળવદના કોયબા ગામની સીમમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા
હળવદ: હળવદ તાલુકાના કોયબા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે વાડી ઉપર બધા મિત્રોએ ભેગા મળી મચ્છી ખાવાની પાર્ટી કરેલ હતી ત્યારે યુવક અને આરોપી વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ હોય તે બાબતનું મનદુઃખ રાખી યુવક નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો ત્યારે આરોપીએ યુવકના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મોત નીપજાવ્યુ હતું. આ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ જી.આઈ.ડી.સી.પાછળ વાડીમાં રહેતા અશોકભાઇ દેવસીભાઈ સીરોયા (ઉ.વ.૨૩) એ આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઈ ભરવાડ રહે. કોયબા રોડ, કીશન વેર હાઉસ બોર્ડની સામે, પોતાની વાડીએ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૫-૧૧-૨૦૨૩ થી ૧૯-૧૧-૨૦૨૩ દરમ્યાન કોઈપણ સમયે જેમ કે ગઇ તા.૧૫/૧૧/ ૨૦૨૩ ના સાંજના આશરે આઠેક વાગ્યાના અરસામાંઆ કામના ફરીયાદીના ભાઇ અજીત ઉર્ફે અજીયો દેવસીભાઇ સીરોયા તથા તેનો મિત્ર સંજય ચંદુભાઇ કોળી તથા લાલજી ઉર્ફે લાલો ધીરૂભાઇ રજપુત તથા હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુભાઇ ગેલાભાઇ ભરવાડ નાઓ સંજય ચંદુભાઇ કોળીના કાકા ધવલ ડાભી રહે. હળવદ વાળાની કોયબા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે આવેલ વાડી ઉપર મચ્છી ખાવાની પાર્ટી કરેલ હતી ત્યારે ફરીયાદીના ભાઇ અજીત ઉર્ફે અજીયાનો અને હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડ વચ્ચે બોલાચાલી ઝગડો થયેલ હતો. તે બાબતનું મનદુ:ખ રાખી ફરીયાદીના ભાઇ અજીત ઉર્ફે અજીયો નર્મદા કેનાલના સાયફન પાસે સુતો હતો ત્યારે આરોપી હરજી ઉર્ફે હરેશ ઉર્ફે કાળુ ગેલાભાઇ ભરવાડે ફરીયાદીના ભાઇ અજીત ઉર્ફે અજીયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ ઇજાઓ કરી મૃત્યુ નીપજાવી તેની લાશ કેનાલના પાણીના વોકળામાં નાખી દઇ તેનું મોટરસાયકલ તથા મોબાઇલ ગુમ કરી દઇ પુરાવાનો નાશ કર્યો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ અશોકભાઈએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૦૨,૨૦૧, તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.