હળવદના કીડી ગામે બે પક્ષો વચ્ચે માથાકુટ થતાં સામસામે ફરીયાદ નોંધાઈ
હળવદ: હળવદ તાલુકાના કીડી ગામે ચોકડી પાસે ચોકડીએ આવવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો જેમાં બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કીડી ગામે રહેતા પ્રેમજીભાઈ ચતુરભાઈ ઉધરેજા (ઉ.વ.૬૨) એ આરોપી મુકેશભાઇ જેસીંગભાઇ રબારી, સાગરભાઇ હરજીભાઇ રબારી, વેલાભાઇ મુમાભાઇ રબારી, હરજીભાઇ મુમાભાઇ રબારી, ગેલાભાઇ હરજીભાઇ રબારી, રધુભાઇ ગેલાભાઇ રબારી રહે. બધા કીડી ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૧-૨૦૨૪ ના રોજ ફરીયાદી તેના સાથીને આરોપીઓએ કીડી ગામે ચોકડી ઉપર આવવાની ના પાડેલ હોય જેથી સાથીનુ ઉપરાણુ લઇ ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લઇ ચોકડી ઉપર આવેલ ત્યારે આરોપી મુકેશભાઈ તથા આરોપી સાગરભાઈ તથા આરોપી વેલાભાઇ વાળાએ લાકડીલઇ આવી ફરીયાદીને ચોકડીએ આવવાની ના પાડેલ ને બાબતે બોલાચાલી કરી ત્રણેય જણાએ આરોપીને ગાળો આપેલ ફરીયાદીએ ગાળો દેવાની ના પાડતા ત્રણેય જણાએ ફરીયાદીને લાકડી વતી મુઢમાર મારેલ તથા મોટર સાયકલને નુકશાન કરેલ અને સાથીએ ફરીયાદીને છોડા વેલ અને ફરીયાદીને પોતાના ઘરે પાસે મુકી આવેલ હતા. અને આશરે અડધો કલાક બાદ ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લેવા ચોકડીએ ગયેલ ત્યારે આરોપી સાથી વધુ માર મારી આરોપી હરજીભાઈ તથા આરોપી ગોપાલભાઈ તથા આરોપી રઘુભાઈએ ફરીયાદીને ગાળો દેવા લાગેલ અને આરોપી ગેલાભાઈ તથા આરોપી રઘુભાઈ પાસે લાકડીઓ હતી. જેથી ભોગ બનનાર પ્રેમજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે હળવદ તાલુકાના કીડી ગામે રહેતા હરજીભાઈ મુમાભાઈ પાણકુટા (ઉ.વ.૪૫) એ આરોપી પ્રેમજીભાઈ ચતુરભાઈ ઉધરેજા તથા વિપુલભાઈ હરજીભાઈ ઉધરેજા રહે. ગામ કીડી તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૧-૨૦૨૪ નાં રોજ આરોપી પ્રેમજીભાઈ તેમની બોલેરો ગાડી લઇ ચોકડી તરફ આવેલ અને ફરીયાદીના કુટુબને ચોકડી ઉપર આવવા બાબતે ગાળો દેવા લાગેલ અને ગામના માણસો સમજાવતા આરોપી પ્રેમજીભાઈ ગાડી લઇ જતા રહેલ અને થોડીવાર બાદ આરોપી પ્રેમજીભાઈ તેમના મોટર સાયકલમાં લાકડી બાંધી આવી ફરીયાદીના કુટુબને ગાળો દેવા લાગેલ અને આ વખતે આરોપી વિપુલભાઈ પણ હાથમાં ધારીયુ લઇ ફરીયાદીના કુટુબને ગાળો દેવા લાગેલ અને બંને આરોપીઓ દારૂના નશામાં હતા. જેથી ભોગ બનનાર હરજીભાઈએ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે બંને પક્ષો દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.