હળવદના કડી ગામે ટીફીનમા રોટલી સારી ન આવતી હોવાનું કહેતા બે વ્યક્તિને ત્રણ શખ્સોએ મારમાર્યો
હળવદ તાલુકાના કડી ગામની સીમમાં મીંઠાના ગંજ પાસે યુવકે આરોપીને ટીફીનમા રોટલી સારી ન આવતી હોય જે બાબતે કેહતા આરોપીને સારૂં નહીં લાગતા યુવક તથા સાહેદને આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ કચ્છ જીલ્લાના હલરા ગામના વતની અને હાલ હળવદ તાલુકાના કડી ગામે રહેતા અને ડ્રાઈવિંગ કરતા દેવાભાઈ રાણાભાઈ ભુંભરીયા (ઉ.વ.૪૦) એ આરોપી મનુભાઈ મારાજ રહે. કડી તા. હળવદ તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપીને ટીફીનમા રોટલી સારી ન આવતી હોય જે બાબતે કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓ લાકડાના ધોકા તથા પાઇપ વડે ફરીયાદી તથા સાહેદ જેમાભાઇ રબારીને શરીરે આડેધડ માર મારી મુંઢઈજાઓ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.