Sunday, December 22, 2024

હળવદના જુના દેવળીયા ગામે મહિલા સહિત ત્રણ વ્યકિતને આપી જાનથી મારી નાખવાની ધમકી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકા જુના દેવળીયા ગામે મહિલાના ઘર પાછળ આરોપી અવારનવાર આવતો હોય જેથી મહિલાના પતિએ આરોપીને પુછતા તું કેમ મારા ઘરની પાછળ આવે છે જે આરોપીને સારૂ નહી લાગતા આરોપીઓએ મહિલાને તથા તેમના પતી તથા સાહેદોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા સોનલબેન ઘનશ્યામભાઈ મોરડીયા (ઉ.વ‌.૩૮) એ આરોપી કલ્પેશભાઇ ઉર્ફે બાબો જેઠાભાઇ કરોતરા તથા સંજયભાઇ ગોવિંદભાઇ કરોતરા બંન્ને રહેવાસી-જુના દેવળીયા ગામ તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી કલ્પેશભાઈ અવાર-નવાર આવતો હોય જે બાબતે ફરીયાદીના પતિએ આરોપીને પુછતા તું કેમ અવાર-નવાર મારા ઘરની પાછળ આવે છે? જે આરોપીને સારૂ ન લાગતા આરોપી બંન્નેએ ફરીયાદી તથા સાહેદ ફરીયાદીના પતિ અને ફરીયાદીના પાડોશી સત્યપ્રકાશ રામનાથભાઇ રાજપુત તથા ઇન્દ્રજીત સત્યપ્રકાશભાઇ રાજપુત એમ બધાને જેમ ફાવે તેમ ગાળો આપી સાહેદ ઇન્દ્રજીત સત્યપ્રકાશભાઇ રાજપુતને આરોપીઓએ મુંઢમાર મારી ફરીયાદી તથા ત્રણેય સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર