Thursday, December 5, 2024

હળવદના જુના અમરાપર શાળામાં વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિનની ઉજવણી કરાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના જુના અમરાપર ગામે શાળામાં બીજી ડીસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બીજી ડિસેમ્બર એટલે વર્લ્ડ કમ્પ્યુટર લીટરસી ડે તરીકે ઓળખાય છે. આજના ડિજિટલ યુગમાં કોમ્પ્યુટરનુ પ્રાથમિક જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે વર્તમાન સમયમાં કોમ્પ્યુટર એ જીવનનો અવિભાજ્ય અંગ બની રહ્યું છે ત્યારે શાળામાં બાળકોને કમ્પ્યુટર ની માહિતી તેમજ તેને ચલાવતા આવડે તે આવશ્યક છે. વિદ્યાર્થીને કોમ્પ્યુટરના વિવિધ ભાગો જેવા કે સીપીયુ, મોનિટર, કીબોર્ડ, માઉસ વગેરેની સમજ આપવામાં આવી. કમ્પ્યુટરમાં વોલપેપર, મેલ, પેઇનબ્રસ,વડે, એક્સેલ વગેરેનો પ્રેક્ટીકલ મહાવરો કરાવવામાં આવ્યો.

વિદ્યાર્થીઓ કમ્પ્યુટર શિક્ષણ મેળવી ભવિષ્યમાં વિડીયો એડીટીંગ, વેબ ડિઝાઇનિંગ, કમ્પ્યુટર હાર્ડવેર જેવા ડિજિટલ ટેકનોલોજીના વિવિધ કામોમાં રોજગારી મેળવી શકે તેથી શાળાના આચાર્ય જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓમાં ડિજિટલ ટેકનોલોજીમા કાર્યકુશળતાની જાગૃતિ લાવવાનો હતો. આ દિવસની ઉજવણી કરવા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર