Saturday, January 11, 2025

ધાંગધ્રા હળવદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

એક જ ગામમાં ચાર – ચાર યુવાનોના મોત નીપજતાં ગામ હિબકે ચડ્યું

હળવદ: હળવદ તાલુકાના ગોલાસણ ગામના યુવાનોને અકસ્માત નડતા 4 યુવાનના મોત નીપજ્યા છે. જ્યારે 3 યુવાનો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

 ગોલાસણ ગામના યુવાનો લગ્નપ્રસંગમાં નરાળી ગામે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ રાત્રીના સમયે અકસ્માત સર્જાયો હતો. સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર ડિવાઈડર કુદી આઈસર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જેમના મૃતદેહને પીએમ અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 યુવાનોને સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવી રહ્યાં હતા ત્યારે સારવાર મળે તે પહેલા જ અન્ય એક યુવાનનું મોત નીપજ્યું હતું. આમ અકસ્માતમાં કુલ 4 યુવાનોના મોત થયા છે. જ્યારે 3 ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા છે. જોકે એક જ ગામના 4 યુવાનોના મોત નીપજતા ગામ હિબકે ચડ્યું છે. ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મૃતક કિરણ મનુભાઈ સુરેલા કરશનભાઈ ભરતભાઈ રાતૈયા ઉમેશ જગદીશભાઈ ઉકેડીયા, કાનજીભાઈ ભુપત રાતૈયા તથા ઈજાગ્રસ્ત કાનજીભાઈ રાયધનભાઈ સુરેલા અમિતભાઇ જગદીશભાઈ ઉકેડીયા અન્ય એક યુવાન.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર