હળવદના ડુંગરપુર ગામેથી 600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશીદારૂ ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાંથી ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો તથા દેશીદારૂ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હળવદ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સિમમાં બે અલગ અલગ જગ્યાએથી દેશી પિવાનો દારુ બનાવવાનો આથો કુલ લીટર- ૬૦૦ કિ.રૂા.૧૫૦૦૦/- તથા દેશીદારુ ૨૧ લીટર જેની કિ.રૂા. ૪૨૦૦ એમ કુલ કિ.રૂા.૧૯૨૦૦/-નો પ્રોહી મુદામાલ શોધી કાઢી આરોપી ગેલાભાઇ ભાવેશભાઇ કોળી, પ્રકાશભાઇ ભુપતભાઇ કોળી રહે. ડુંગરપુર ગામ તા.હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ અલગ અલગ ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.