હળવદના દીઘડીયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઝડપાયો
હળવદ તાલુકાના દીઘડીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલા (ઉ.વ.૩૯) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૨૦ કિં રૂ. ૨૫૪૦૪ ના મુદ્દામાલ સાથે આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.